નવી દિલ્હી: દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Gazipur) બોર્ડર પર ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ની ધરપકડ કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. ગાઝિયાબાદ પ્રશાસને ખેડૂતોને પ્રદર્શન સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. જો કે ટિકૈતનું કહેવું છે કે તેઓ ધરણા ખતમ કરશે નહીં. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ધરણા (Farmers Protest) હટાવવાની અરજી પર હજુ કોઈ ચુકાદો આપ્યો નથી. જિલ્લા પ્રશાસન સર્વોચ્ચ અદાલત કરતા ઉપર ન હોઈ શકે. તેમણે કહ્યું કે હું આ નોટિસ વિરુદ્ધ શુક્રવારે સર્વોચ્ચ કોર્ટ (Supreme Corut) માં અરજી દાખલ કરીશ. આ દરમિયાન રાકેશ ટિકૈત અત્યંત ભાવુક થયેલા પણ જોવા મળ્યા.
ટિકૈત ચોધાર આંસુએ રડી પડ્યા
ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) ભાવુક થઈ ગયા અને આરોપ લગાવ્યો કે પ્રશાસન તેમના આંદોલન (Farmers Protest) ને કચડવાની કોશિશ કરી રહ્યું છે. તેઓના આંસુ પણ છલકાઈ ગયા. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે દિલ્હી પોલીસની એફઆઈઆરમાં સામેલ ટિકેતે બે દિવસ બાદ વિરોધ સ્થળ પર પોતાની હાજરી નોંધાવી. હાલ ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
Red Fort Violence: Delhi Police એ રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને ફટકારી લુકઆઉટ નોટિસ
રાકેશ ટિકૈત આંદોલન ચાલુ રાખવા માટે મક્કમ, કહ્યું-ખેડૂતોના હક માટે લડતો રહીશ
મીડિયા સાથે વાત કરતા ભાવુક થયેલા ટિકૈતે કહ્યું કે 'પ્રશાસન તેમના શાંતિપૂર્ણ આંદોલનને સમાપ્ત કરવા માટે ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરે છે.' તેમણે કહ્યું કે 'અમે અહીં ત્રણ કૃષિ કાયદા (New Farm Laws) ના વિરોધમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. અને તેમને પાછા ખેંચવાની માગણી કરી રહ્યા હતા.' તેમણે આરોપ લગાવ્યો કે 'ભાજપ (BJP) ના લોકો ખેડૂતોને મારવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશના ખેડૂતો સાથે અન્યાય છે. ત્રણ કાયદા રદ થવા જોઈએ અને જ્યાં સુધી કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. હું ખેડૂતોના હક માટે લડતો રહીશ.'
#WATCH| BKU leader Rakesh Tikait breaks down while speaking to media; said, "We will not go anywhere till action is taken against those who lathi-charged farmers."(28.01) pic.twitter.com/welii1I5QY
— ANI (@ANI) January 28, 2021
ભાજપ પર લગાવ્યો ખેડૂતોને પીટવાનો આરોપ
તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ આત્મસમર્પણ કરવા માટે અમે તૈયાર હતા, પરંતુ પ્રદર્શનકારી ખેડૂતોને પીટવા માટે ભાજપના સ્થાનિક વિધાયકોને બોલાવવામાં આવ્યા. આ અમારા વિરુદ્ધ ષડયંત્ર છે. જો પોલીસે અમારા પર ગોળીઓ ચલાવી તો પણ હું આત્મસમર્પણ કરીશ નહી. ટિકૈતે એમ પણ કહ્યું કે તેઓ આત્મહત્યા કરી લેશે, પરંતુ હવે આત્મસમર્પણ કરશે નહીં.
નીકળી પડયા ખેડૂતો
(Rakesh Tikait) ની આંદોલન ચાલુ રાખવાની અને રડી રડીને કરાયેલી અપીલ બાદ અડધી રાતે જ પશ્ચિમ યુપીના કેટલાક હિસ્સામાંથી ખેડૂતોનો સમૂહ ગાઝીપુર બોર્ડર પર આગળ વધવા લાગ્યો. જ્યાં ધરણા ખતમ થવાની અટકળો હતી ત્યાં ભીડ ભેગી થવા લાગી. ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, પીએસી અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત છે. પણ ભીડ વધવાથી પોલીસે પણ પીછે હટ કરવી પડી. રાકેશ ટિકૈતે એવો પણ દાવો કર્યો હતો કે સવાર સુધીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પહોંચી રહ્યા છે.
Farmers Protest: બે અન્ય કિસાન સંગઠનોએ છોડ્યો સાથ, રાકેશ ટિકૈત પર કહી આ વાત
આંસુ જોઈને નરેશ ટિકૈતના પણ બદલાયા સૂર
જે નરેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર ધરણા ખતમ કરવાની વાત કરી રહ્યા હતાં તેમણે પણ ભાઈ રાકેશ ટિકૈતના આંસુ જોઈને તેવર બદલ્યા. નરેશ ટિકૈતે કહ્યું કે ભાઈના આંસુ વ્યર્થ નહીં જાય. તેમણે મુઝફ્ફરનગરમાં શુક્રવારે ખેડૂત મહાપંચાયત બોલાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે તેઓ ખેડૂત આંદોલનને તેના નિર્ણાયક અંજામ સુધી પહોંચાડીને રહેશે.
પોલીસે અડધી રાત સુધી યુપી ગેટ ખાલી કરવા માટે આપ્યું હતું અલ્ટીમેટમ
ગાઝિયાબાદ પ્રશાસને પ્રદર્શનકારી ખેડૂતોને ગુરુવારે અડધી રાત સુધીમાં યુપી ગેટ ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે ખેડૂતો અડી જવાના અને સંખ્યા વધવાના કારણે પ્રશાસન યુપી ગેટ ખાલી કરી શક્યું નથી.
મોટી કાર્યવાહીની તૈયારીમાં યુપી સરકાર
આ બાજુ ગુરુવારે ખેડૂત આંદોલન અંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ આવાસ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ), સૂચના સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઠેર ઠેર ખેડૂત આંદોલન ખતમ કરાવવાના નિર્દેશ આપ્યા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે